Monday, 26 October 202626 Oct 2026 Englishગુજરાતીहिन्दी
લોક સામના ન્યૂઝ
મુખ્ય સમાચાર
ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે ઊર્જા, રમતગમત અને વેપાર માટે MoUવીજ બિલમાં 3.99% સરચાર્જ: કોંગ્રેસે સંપૂર્ણ હિસાબ માગ્યોઅમદાવાદમાં CNG ₹4.45 મોંઘો, કિલોએ ₹98.47DGVCL એ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પરનો 8 કલાકનો વીજ કાપ પાછો ખેંચ્યોઅમદાવાદ સિવિલમાં ₹223 કરોડનું 521 બેડનું ન્યુરોસાયન્સ સેન્ટરAUDA વિસ્તારના 65+ વરિષ્ઠોને AMTS માં મફત મુસાફરીજિયો IPO 22.19 ગણો ભરાયો, 1 કરોડથી વધુ અરજીઓપ્રતિકા રાવલની સદી, વડોદરામાં ભારતે ઝિમ્બાબ્વેને 9 વિકેટે હરાવ્યુંસ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે ગ્લાસ સ્કાયવૉક સાથે રેઇન ફોરેસ્ટ
જાહેરખબરજાહેરખબર

અમદાવાદના સનાથલમાં ₹1 કરોડની ચોરી, Ingram Microના ગોડાઉનમાંથી iPhone અને લેપટોપ ગાયબ

અમદાવાદના સનાથલ પાસે Ingram Microના ગોડાઉનમાંથી અંદાજે ₹1 કરોડના iPhone, iPad, Apple Watch અને લેપટોપની ચોરી. પોલીસની સાત ટીમો તપાસમાં જોડાઈ.

· અપડેટ 2 મિનિટ વાંચનઅમદાવાદના સનાથલમાં ₹1 કરોડની ચોરી, Ingram Microના ગોડાઉનમાંથી iPhone અને લેપટોપ ગાયબ

અમદાવાદના સનાથલમાં ₹1 કરોડની ચોરી, Ingram Microના ગોડાઉનમાંથી iPhone, iPad અને લેપટોપ ગાયબ

અમદાવાદ ગ્રામ્યના સનાથલ નજીક આવેલી Ingram Micro કંપનીના ગોડાઉનમાં તસ્કરોએ મોટો હાથ માર્યો છે. અંદાજે ₹1 કરોડના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની ચોરી થતાં અમદાવાદ ગ્રામ્ય LCB અને ચાંગોદર પોલીસ સહિત સાત ટીમોએ તપાસ શરૂ કરી છે.**

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સનાથલ સર્કલ નજીક નવાપુરા ગામની સીમમાં આવેલી Ingram Micro કંપનીના વેરહાઉસમાંથી અંદાજે ₹1 કરોડની કિંમતના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની ચોરી થયાની ઘટના સામે આવી છે.

અજાણ્યા તસ્કરો ગોડાઉનના પાછળના ભાગનું શટર તોડીને અંદર પ્રવેશ્યા હતા અને મોંઘા iPhone, iPad, Apple Watch તેમજ Dell અને HP કંપનીના લેપટોપ સહિતનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા.

21 ઓક્ટોબરની મોડી રાત્રે ચોરીની ઘટના

મળતી માહિતી મુજબ, 21 ઓક્ટોબરની રાત્રે આશરે 1થી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સુરક્ષાકર્મીને ગોડાઉનના પાછળના દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

ગોડાઉનમાંથી કયા ગેજેટ્સની ચોરી થઈ?

ચોરી થયેલા મુદ્દામાલમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે:

  • 40 iPhone 17
  • 30 iPhone 16
  • 15 Dell લેપટોપ
  • 11 HP લેપટોપ
  • 36 Apple Watch
  • 20 iPad કીબોર્ડ
  • iPad Pro, લેપટોપ બેગ અને અન્ય સામાન

ચોરી થયેલા મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત ₹1 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે.

CCTV ફૂટેજમાં તસ્કરોનો રસ્તો સામે આવ્યો

સાણંદ ડિવિઝનના DSP નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે, વેરહાઉસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન તસ્કરો ગોડાઉનના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાંથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તસ્કરોએ પાછળના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરી કર્યા બાદ એ જ રસ્તેથી ફરાર થઈ ગયા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની સાત ટીમો તપાસમાં જોડાઈ

આ ચોરીના બનાવને પગલે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ચાંગોદર પોલીસ સહિત કુલ સાત ટીમોએ તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ચોરીની ઘટનામાં કોઈ અંદરની વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પણ તપાસ કરવામાં આવી રહી છે.

હાલ પોલીસ આરોપીઓની ઓળખ કરવા અને ચોરી થયેલો મુદ્દામાલ શોધવા વધુ તપાસ હાથ ધરી રહી છે.

શેર કરોWhatsAppFacebookXTelegram

આ વિભાગના વધુ સમાચાર

CM ભૂપેન્દ્ર પટેલે નશા વિરોધી બાઇક રેલીને લીલી ઝંડી આપી

CM ભૂપેન્દ્ર પટેલે નશા વિરોધી બાઇક રેલીને લીલી ઝંડી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 ઓક્ટોબર 2026ના રોજ ગાંધીનગરથી નશા વિરોધી રાષ્ટ્રીય મોટરસાયકલ રેલીને લીલી ઝંડી આપી. 45 ટીમોના 550થી વધુ જવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચીને 31 ઓક્ટોબરની રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ભાગ લેશે.

26 Oct 2026
ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે ઊર્જા, રમતગમત અને વેપાર માટે MoU

ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે ઊર્જા, રમતગમત અને વેપાર માટે MoU

ગુજરાત અને સ્કોટલેન્ડે શુક્રવારે ગાંધીનગરમાં નવીનીકરણીય ઊર્જા, વેપાર, શિક્ષણ અને રમતગમતમાં સાથે કામ કરવા સમજૂતી કરાર (MoU) કર્યા. ગુજરાત 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવાનું છે.

25 Oct 2026
વીજળી બિલમાં 3.99% વધારાનો ચાર્જ: કોંગ્રેસે હિસાબ માગ્યો

વીજળી બિલમાં 3.99% વધારાનો ચાર્જ: કોંગ્રેસે હિસાબ માગ્યો

ગુજરાત કોંગ્રેસે માગ કરી છે કે સરકાર અને વીજ કંપનીઓ 3.99% નવો ઇંધણ સરચાર્જ કેવી રીતે ગણાય છે તે જાહેર કરે. કોંગ્રેસ કહે છે કે સપ્ટેમ્બરના બિલમાં જુલાઈ અને ઑગસ્ટનું એરિયર્સ ઉમેરાયું છે.

25 Oct 2026